Rajkoit-gujarat

Rajkoit-gujarat

Share

Namaskar from Ashok hindocha Most welcome

28/05/2025

Namaste

✅ #રોહિણી નક્ષત્રની પ્રાચીન કહેવતો ની વાત કરવામાં આવે તો રોહિણી નક્ષત્રના #ચાર_પાયા હોય છે જેમાં થી પહેલા પાયામાં જો કોઈ જગ્યાએ વરસાદ થાય તો #બોતેરું કાઢે છે એટલે કે 72 દિવસ વાયરૂ ફૂંકાય છે. પરંતુ ધ્યાનમાં રહે 72 દિવસ એટલે 12 કલાકનો દિવસ અને 12 કલાકની રાત્રી એમ બંને થઈને 2 દિવસ ગણાય છે એટલે આખા દિવસ ગણો તો 36 દિવસ જ ગણાય. અને જો બીજા પાયામાં વરસાદ થાય તો #વાયરના દિવસોમાં એ પ્રમાણે ઘટાડો થાય આવી પણ માન્યતા છે.

✅ પરંતુ રોહિણી નક્ષત્ર ઉતરતા જો વરસાદ થાય તો #ચોમાસુ તેના સમય મુજબ આગમન થાય છે અને ચોમાસા દરમિયાન સારો વરસાદ થાય તેવી માન્યતા રહેલી છે. અને અન્ય માન્યતા મુજબ રોહિણી નક્ષત્રના જો બધા પાયા દરમિયાન વરસાદ થાય તો પણ ચોમાસુ સારું રહે છે
બીજી માન્યતાઓની વાત કરવામાં આવે તો રોહિણી નક્ષત્રના શરૂઆતના 9 દિવસને #નૌતપા કહેવામાં આવે છે આ 9 દિવસ દરમિયાન #સૂર્ય અને #પૃથ્વી વચ્ચે અંતર ઓછું હોય છે જેના કારણે તાપમાન અને બફારો ખૂબ વધે છે.

✅ અને કહેવત એ છે કે આ #નૌતપા જેટલા #તપે તેટલુ ચોમાસુ સારું રહે એટલે સારા ચોમાસા માટે નૌતપા તપવા જરૂરી છે. અને કહેવત અનુસાર રોહિણી નક્ષત્રના પ્રથમ બે પાયા સરખા તપે નહિ અને #પવનનું પ્રમાણ વધુ હોય પરંતુ પાછળના બે પાયા જો ખૂબ તપી જાય તો ચોમાસા દરમિયાન વાંધો આવતો નથી.

✅અને રોહિણી નક્ષત્ર દરમિયાન વરસાદ #કુંડાળામાં પડતો હોય છે એટલે કે વરસાદનો વિસ્તાર રાઉન્ડ આકારમાં હોય છે અને તેની ત્રિજ્યા 5 થી 15 કિલોમીટર સુધીની હોય છે. અને રોહિણી નક્ષત્રમાં વરસાદ જ્યાં કુંડાળા કરે ત્યાં #ખેડૂતમિત્રો #લાપસીના આંધણ મુક્ત હોય છે કેમ કે રોહિણીમાં જ્યાં વરસાદ વરસે ત્યાં આખા વર્ષ દરમિયાન સારો વરસાદ પડે તેવી માન્યતા રહેલી છે.

✅ અને રોહિણી નક્ષત્રમાં વરસાદ મૉટે ભાગે #મીની_વાવાઝોડા અને તીવ્ર #કડાકા_ભડાકા અને કરા સાથેજોવા મળતો હોય છે. મિત્રો ગયો નક્ષત્ર #કૃતિકા હતો તેમાં ઘણા વિસ્તારમાં મવઠુ થયું હતું એટલે તે નક્ષત્ર એ સારા ચોમાસાના પહેલા સંકેત આપી દીધા હતા હવે રોહિણી નક્ષત્રના સંકેટનું અવલોકન થશે.

✅ મિત્રો નક્ષત્ર આધારિત કહેવતો અને માન્યતાઓ #પ્રાચીન_વર્ષા_વિજ્ઞાન આધારિત હોય છે. તેને વજ્ઞાનિક રીતે માન્યતા મળતી નથી તે ધ્યાનમાં લેવી તથા મિત્રો આ નક્ષત્રની લઈને તમારા વિસ્તારમાં શુ માન્યતા કહેવતો છે #કોમેન્ટમાં જણાવજો. લી. વિશાલ પાનસૂરિયા

Want your business to be the top-listed Furniture Store in Rajkot?

Click here to claim your Sponsored Listing.

NAMASKAR FROM ASHOK HINDOCHA RAJKOT M 9426254999

NAMASKAR

MOST WEL COME

Location

Address


Fulwadi Park Satysai Hospital
Rajkot
360005

Opening Hours

Monday 10am - 1:15pm
Tuesday 10am - 5:30pm
Wednesday 10am - 5:30pm
Thursday 10am - 5:30pm
Friday 10am - 5:30pm
Saturday 10am - 5:30pm