23/05/2014
GUJARAT RAKTPITT NIVARAN SEVA SANGH
(TRUST REG. NO.-F/243-Vadodara)
ACTIVIES OF THE ORGNISATION FOR THE LEPROSY AFFECTED PERSONS treatment.
NO.-F/243-Vadodara)
ACTIVIES OF THE ORGNISATION FOR THE LEPROSY AFFECTED PERSONS
1. Health Related activites:-
To identify signs/symptoms of leprosy before developing deformity or with less deformity patients and provide them multidrug therapy (M.D.T.) Our organization runs clinic weekly in sevatirth and monthly at kadana ta; Lapsanily, Dist: Panchamahal district. For further treatment patient i
23/05/2014
25/11/2013
24/11/2013
Differently abled parichay and sneh milan programme!!
18/10/2013
18th October 2013 (Friday) - Kojagari Lakshmi Puja
Kojagara Puja Nish*ta Time = 23:46 to 24:37+
Purnima Tithi Begins = 05:34 on 18/Oct/2013
Purnima Tithi Ends = 05:07 on 19/Oct/2013
http://www.drikpanchang.com/festivals/kojagara/kojagara-puja-date-time.html?year=2013
In West Bengal, Orissa and Assam, the most important day to worship Goddess Lakshmi falls on the full moon day in lunar month Ashwin. Lakshmi Puja on Purnima Tithi in month of Ashwin is known as Kojagara Puja and more commonly known as Bengal Lakshmi Puja. Kojagara Puja Purnima is more famously known as Sharad Purnima in most parts of India.
However most people in India worship Goddess Lakshmi on Amavasya Tithi during Diwali.
લાયન્સ, અને લાયોનેસ કલબ ઓફ બરોડા ચંદનાવતી તથા “સેવાતીર્થ”
દ્વારા વડોદરાના વિશિષ્ટાંગો (વિકલાંગો) નો “સેવાતીર્થ” મુકામે સમુહ
સમુહ ગરબા મહોત્સવ
“ગુજરાત રકતપિત્ત નિવારણ સેવા સંઘ” તથા “સોસાયટી ફોર ધી ટ્રેનિંગ એન્ડ વોકેશનલ રીહીબીલીટેશન ઓફ ધી ડીસેબ્લ્ડ” સંચાલિત તાલીમ અને પુનર્વસન કેન્દ્વ “ સેવાતીર્થ” મુકામે લાયન્સ અને લાયોંનેસ કલબ ઓફ બરોડા ચંદનાવતી અને “સેવાતીર્થ” ના સંયુકત ઉપક્રમે “સેવાતીર્થ” તથા શહેરના વિશિષ્ટાંગો માટે સમુહ ગરબા મહોત્સવ “સેવાતીર્થ”, તરસાલી, વડોદરા મુકામે મા આદ્યશક્તિના નવલા નોરતા પર્વની ઉજવણીના ભાગરૂપે તા. ૧૯/૧૦/૨૦૧૩ શનિવારના રોજ સાંજે ૭-૩૦ કલાકે રાખવામાં આવેલો છે. જેમાં વડોદરાના કલેકટરશ્રી વિનોદરાવ; પોલીસ કમિશ્નર શ્રી એસ.કે શર્માસાહેબ તથા લાયન્સ મહાનુભવો પધારશે.
જેની સર્વ વિશિષ્ટાંગો એ નોંધ લઇ ગરબા મહોત્સવમાં ભાગ લેવા ઉપરાંત સૌ મહાનુભાવોનેએ
ઉપસ્થિત રહી તેઓને પ્રોત્સાહિત કરવા સમયસર પધારવા સંસ્થા વતી હાર્દિક નિમંત્રણ છે.
29/05/2013
અમદાવાદમાં હરતી ફરતી ડિરેક્ટરી એટલે રોહિત પટેલ
- સાયન્સ સિટીની હરતી ફરતી ડિરેક્ટરી એટલે રોહિત પટેલ
- આશ્ચર્યઃ તમામ સોસાયટી,બંગલોઝ, ફ્લેટની માહિતી મોંઢે હોવાથી ફોન પરજ એડ્રેસ બતાવી દે છે
વાંચવા ક્લિક કરોઃ- http://www.divyabhaskar.co.in/
14/05/2013
“સેવાતીર્થ ”ને આંગણે સોનેરો અવસર
“સેવાતીર્થ”નીવ્હાલી દિકરી સોનલ પાટીદાર (વિશિષ્ટાંગ)નો શુભ લગ્ન સમારોહ...
“સેવાતીર્થ”, વડોદરા દ્વારા બધાજ પ્રકારના વિશિષ્ટાંગો તથા રકતપિત્તગ્રસ્તોનાં આરોગ્ય,શિક્ષણ, તાલીમ, વિ. દ્વારા રોજગાર/સ્વરોજગારથી સ્વનિર્ભર બનાવી સમાજમાં આર્થિક અને સામાજિક પુનર્વસન/ઉત્કર્ષ માટેના કાર્યો સતત થઇ રહ્યાં છે. સંસ્થા દ્વારા દર વર્ષે “વિશિષ્ટાંગ મૅરેજ બ્યુરો આયોજીત લગ્નોત્સુક વિશિષ્ટાંગ જીવન સાથી પસંદગી મેળા/પરિચય મેળા નું આયોજન કરવામાં આવે છે.
ચાલુ વર્ષે ગત તા:- ૨૬-૪-૨૦૧૩ના રોજ ગુજરાતભરના વિશિષ્ટાંગોના પસંદગી/પરિચય સમારોહ નું આયોજન હાથ ધરવામાં આવ્યું જે દરમિયાન વિવિધ પ્રકારના વિશિષ્ટાંગ ભાઇ-બહેનો, તેઓના વાલીઓની હાજરીમાં પસંદગી/પરિચય અર્થે એકત્રિત થયા હતા.
આ દરમિયાન પાંચ જોડા (કપલ)ની પસંદગી થઇ. એક પ્રજ્ઞાચક્ષુ જોડી, એક મુકબધિર જોડી અને ત્રણ અસ્થિ વિકલાંગ જોડી જેમાં ચાર નાં કૌટુંબિકપ્રશ્નો નાં લીધે પાછળથી લગ્નો હાથ ધરાશે જ્યારે એક અસ્થિ વિકલાંગ જોડી જેમાં “સેવાતીર્થ ”માં છ વર્ષની ઉંમરે નારી સંરક્ષણ ગૃહમાંથી આવેલી વિશિષ્ટાંગ દીકરીને સંસ્થાએ ઓપરેશન બાદ ચાલતી કરી,ભણાવી ધો-૧૨ પાસ કરી “સેવાતીર્થ ”ના ગવ. માન્ય આઇ.ટી.આઇ. માં કટીંગ ટેલરીંગ, કોમ્પ્યુટર વિ.ની તાલીમ લઇ પોતાનું ભાવી ઉજળું બનાવવાના મનોબળને સાકાર કરનાર સંસ્થામાં જ રહી નેશનલ કેરમ ચૅમ્પિયન, વિવિધ ડ્રોઇંગ કોમ્પીટીશન માં વિવિધ પ્રમાણપત્રો તથા ગોલ્ડ મેડલ અને અન્ય કોમ્પીટેશનોમાં પણ ૨૫ ઉપરાંત ઇનામો અને વિવિધ પ્રમાણપત્રો મેળવનાર “સેવાતીર્થ “માં ૧૫ વર્ષથી ઉછરી મોટી થયેલી સોની કુમારી (સોનલ) સતીષચંદ્ર પાટીદાર નાં શુભ લગ્ન સુરતના અસ્થિ વિકલાંગ આહિર નરેન્દ્રભાઇ કાળુભાઇ સાથે શુકવાર-૩/૫/૨૦૧૩ના રોજ “સેવાતીર્થ “ના તીર્થેશ્વર મહાદેવ મંદિર ના પ્રાંગણ માં હાથ ધરાયાં.
“સેવાતીર્થ” પરિવાર-લગ્નના ત્રણ-ચાર દિવસ અગાઉથી દીકરીની વિદાય ની ઘડીઓમાં શોકગ્રસ્ત બની કઠણ કાળજે સહુ કોઇ તૈયારીઓમાં જોડાઈ ગયાં હતાં. તા:૧/૫/૨૦૧૩ના રોજ સૌ સહેલીઓ સાથે સોનલ ને મેંદી મુકવાની રસમ યોજવામાં આવી. “સેવાતીર્થ ”ના આંગણે/મંડપ સુમંતના સાજન-માજન સાથે સવારે ૮.૦૦ કલાકે જાન પધારી. જાનનું “સેવાતીર્થ” પરિવારે સ્વાગત કયું.
એ પહેલાં સવારે ૭.૩૦ કલાકે સોનલ ના પાલક માતા શ્રીમતી ધર્મિષ્ઠાબેન રાજ તથા ગૃહમાતા શ્રીમતી ઊર્મિલાબહેન ગુર્જર તથા અત્રેની અંતેવાસી બહેનો વિ. દ્વારા ગણેશ સ્થાપના કરવામાં આવી જેમાં સર્વ “સેવાતીર્થ” પરિવાર જોડાયો હતો. સાથે લાડલી સોનલ કુમારી ને હલ્દી પીઠી લગાવવામાં આવી હતી.
ત્યારબાદ ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા વૈદિક શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા ગ્રહશાંતિ વિ. વીધી યોજવામાં આવી હતી જે વિધિમાં સોનલ કુમારી ના પાલક માતા-પિતા તરીકે સંસ્થાના સંકુલમાં રહેતા શ્રી અશ્વિનભાઇ તથા શ્રીમતી ધર્મિષ્ઠાબેન રાજ સાથે સર્વ “સેવાતીર્થ”ના પરિવારજનો સૌએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
ત્યારબાદ લગ્ન અંગેની વિવિધ વિધિઓ બાદ સોનેરો અવસરનો સમય નજીક આવી ગયો અને ગાયત્રી પરિવાર,માંજલપુરના સભ્યો દ્વારા વૈદિક શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા હસ્તમેળાપ ની વિધિ શરૂ કરવામાં આવી અને કુ. સોનલના પાલક માતા-પિતા શ્રી અશ્વિનભાઇ રાજ અને શ્રીમતી ધર્મિષ્ઠાબેન રાજ ના આશીર્વાદ સાથે કન્યાદાન કરવામાં આવ્યું.
દિકરીને સવા રૂપિયાનું દાન આપતાં ગાયત્રી પરિવાર દ્વારા પાંચ પાવલી એટલે કે સવા રૂપિયા વિશે મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે સવા રૂપિયામાં પાંચ પાવલી એટલે કે પચ્ચીસ પૈસા વિશે વિસ્તૃત મહત્વ સમજાવ્યું કે, પહેલી પાવલી આપતાં દીકરીને જણાવ્યું કે “હે દીકરી આ એક પાવલી એવું સમજ જે કે અમારા થી જે બન્યું એ કર્યું છે અને એ રીતે અમારી લાજ રાખજે”.બીજી પાવલી આપતાં જણાવ્યું કે “બીજી પાવલી (પચ્ચીસ પૈસા) એટલા માટે છે કે લગ્ન પછી જ્યારે કોઇ સારો પ્રસંગ આવે, શ્રીમંત વિ. નો પ્રસંગ આવે ત્યારે અમારા થી કાંઇ ના થાય તો, આ પાવલી થી એ પ્રસંગ પાર પાડી અમારી લાજ રાખજે”, ત્રીજી પાવલી નું મહત્વ સમજાવતાં જણાવ્યું કે,“ક્યારેક તારો ભાઇ આવે ન આવે, મોસાળું કરે ના કરે તો આ પાવલી થી એમ માની લાજ સંભાળ જેકે મારા ભાઈએ મોસાળું કર્યું છે અને અમારી લાજ રાખજે.” “ચોથી પાવલી નું મહત્વ સમજાવતાં જણાવ્યું કે, “ચોથી પાવલી જ્યારે અંતિમ સંસ્કાર માટે કાપડ ની જરૂર પડે ત્યારે સગવડ થાય ના થાય તો આ ચોથી પાવલી થી અમારી લાજ રાખજે અને પાંચમી પાવલી (પચ્ચીસ પૈસા) જ્યારે અંતિમ સંસ્કાર પતી જાય અને જ્યારે પીયરની ખીચડી ખવડાવવાની થાય ત્યારે આ પાંચમી પાવલીથી ખીચડી ખવડાવી અમારી લાજ રાખજે”. એમ સમજાવી સવા રૂપિયાનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ સપ્તપદી ફેરા ફેરવવામાં આવ્યા હતા અને સાતે ફેરા ફરતા વરવધુ ને સાતેફેરા નું મહત્વ સમજાવી લગ્નગ્રંથી/ગાંઠથી લગ્ન સમારોહ સંપન્ન કરવામાં આવ્યો હતો.
આજના શુભ અવસરે વિશ્વકર્મા ધામ પ્રચાર પોરથી સેવા સંસ્થાન સુરેન્દ્રનગરના પૂજય મહારાજ શ્રીજયંતીલાલ શાસ્ત્રીજી એ ઉપસ્થિત રહી વિશિષ્ટાંગ વર-વધુને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ અને કન્યાદાન આપ્યાં હતાં.
“સેવાતીર્થ” પરિવારજનો ભારે હૃદયે કુ.સોનલને વિદાય આપી ત્યારે સૌની આંખોમાં આંસુ સરી પડ્યા હતાં.